કોરોનાની પહેલી અને બીજી લહેરને પગલે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારત દેશમાં કોરોના મહામારી અંગે મહિનાઓ બાદ સારા સમાચાર સામે આવ્યા છે. સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેરનો અંત આવશે. એવામાં 6 થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર શરુ થવાનાં એંધાણ પણ જણાયાં હતાં. આ પ્રાથમિક માહીતિની સાથે તેમણે સરકારને અલર્ટ પણ કરી દીધું છે. અત્યારે ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરને કાબુમા લેવામા આવી રહી છે. સૂત્ર (સંવેદનશીલ, અનિર્ધારિત, પરીક્ષણ અને વિવિધ દૃષ્ટિકોણ) મોડલનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે મે મહિનાનાં અંત સુધીમાં પ્રતિદિવસ 1.5 લાખ કેસ સામે આવી શકે છે અને જૂનના અંતમાં દરરોજ 20 હજાર કેસ સામે આવી શકે છે.બુધવારે રાજ્યના 5,246 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 9,001 લોકો સ્વસ્થ થયા અને 71 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.71 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.69 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,340 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 92,617 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે 6 કે 8 મહિનાની અંદર દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ રહેલી છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજ્યમાં કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી.
કોરોનાની બીજી લહેરનો સુર્યાસ્ત : 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેર : સરકાર.
Advertisement