Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ થતા અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમા દાખલ કરાયા.

Share

રાજપીપળા : ભાજપના દિગ્ગજ અને સિનિયર નેતા અને ભરૂચના સાંસદ મનસુખ ભાઈ વસાવાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદની યુ એન મહેતા હોસ્પીટલમા દાખલ કરાયા છે. જોકે હાલ એમની તબિયત સુધારા પર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાજપ સાંસદ મનસુખ ભાઈ વસાવા સાથે નર્મદા અને ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો પણ તેમની સારવાર ખબર માટે પહોચી ગયા છે. અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
મનસુખ વસાવા રાજકીય નેતા હોઈ તેઓ તેમના કાર્યક્ષેત્ર ભરૂચ અને નર્મદા જિલ્લામા અનેક કાર્યક્રમો, રાજકીય બેઠકો તેમજ સરકારી મિટિંગો, બેઠકો મા હાજરી આપતાં હતા જેને કારણે તેઓ કોઈના પોઝીટીવના સંપર્કમા આવ્યા હોવાથી તેઓ પોતે પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. જેમાં નર્મદા જિલ્લામાં કોરોનાના સતત વધતા જતા કેસો વચ્ચે સાંસદ મનસુખભાઈ પણ કોરોનાના સકંજામા આવી ગયા હતા.

મનસુખ ભાઈ વસાવાને 4-5 દિવસ પહેલા સામાન્ય તાવ આવતો હતો અને શારીરિક નબળાઈની તકલીફ હતી. તેથી એમણે કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ કઢાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એમણે સીટી સ્કેન પણ કરાવતા એમના સીટી સ્કેન રિપોર્ટમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું હતું.જો કે તેઓ હોમ કોરોન્ટાઈન જ હતાપરંતુ ગત 19/05/2021 ના રોજ એમની તબિયતમાં સુધારો ન થતા એમને તાત્કાલિક અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જો કે હાલમાં એમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા-ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ અને કોરોના વિરોધી રસીકરણ બાબતે જાગૃતિના કાર્યક્રમોમા તેઓ અવારનવાર હાજર રહેતા હતા. એમની સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવ સહીત અન્ય ભાજપ કાર્યકરો પણ હાજર રહેતા હતા, તેમની સાથે ભાજપના અન્ય કાર્યકરો તથા આગેવાનો પણ તેમની સાથે હાજરી આપતાં હોઈ તેમના રિપોર્ટ અંગે પણ ચિંતાનો વિષય બન્યો છે. જોકે આ અગાઉ નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા, કોંગ્રેસના આગેવાનો જ્યંતી વસાવા હરેશ વસાવા, નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ, હર્ષદ વસાવા તેમજ કેટલાક કાર્યકરો વગેરે રાજકીય નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. એ ઉપરાંત ઘણા કાર્યકર્તાઓ કોરોનામા મોતને પણ ભેટ્યા છે કેટલાક નેતાઓના પરિવારજનો પણ સંક્રમિત થયા હોઈ રાજકીય આગેવાનો કાર્યકરતાઓ એ જાહેરમા ભીડમા ભેગા થવા અંગે ચેતવાની જરૂર છે. હવે રાજકીય નેતાઓએ કાર્યકરોએ પણ રાજકીય તેમજ સરકારી કાર્યક્રમોમા હાજરી આપવા અંગે વિચારવું પડે તો નવાઈ નહીં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પાલેજ કે પી એસ સ્કૂલ ખાતે આઇ.જી.પી. ની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ-દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમજાન ઇદ પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઝાઝપોર ગામે લાકડા કાપવાની વાતે બે ભાઇઓ વચ્ચે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!