કોરોનાને કાબુમાં લાવવા માટે છેલ્લા 2 મહિનાથી રાજ્યભરમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે જેને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજવાની છે.
રિપોર્ટના જણાવ્યા અનુસાર, બેઠકમાં રાજ્યભરની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. તેમજ રાજ્યમાં લાગેલા પ્રતિબાંધો અને કર્ફ્યુ મામલે નિર્ણય લેવામાં આવશે. બેઠક બાદ રાજ્ય સરકાર કર્ફ્યુ મુદ્દે નવો નિર્ણય જાહેર કરશે. અગાઉ વાવાઝોડાને કારણે 3 દિવસ 18,19 અને 20 મે સુધી કર્ફ્યુ લાંબાવામાં આવ્યુ હતું. હાલ રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યુ છે. નિયંત્રણ દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. અનાજ, કરિયાણાની દુકાનો, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્ય પદાર્થો જેવી સેવાઓ ચાલુ હતી હવે જોવું રહ્યું કે સરકાર શું નિર્ણય લેશે.?
કોરોનાના દૈનિક કેસને લઈને ગુજરાતના લોકોતે રાહતના સમાચાર છે કારણ કે રાજ્યમાં દૈનિક કેસ 5000 એ પહોંચ્યા છે. બીજી તરફ મૃતદેહના આકમાં પણ ઘટાડો થયો છે.