Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જંબુસરનાં અમનપુર ખાતે મકાનમાં એકાએક આગ લગતા દોડધામ મચી…

Share

ભરૂચ જિલ્લાના જંબુસરના અમનપુર ગામ ખાતે આજરોજ હોનારત સર્જાઈ હતી જેને પગલે પંથકમાં દોડધામ મચી જવા પામી હતી અને ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું.

આજરોજ વહેલી સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ જંબુસર તાલુકાનાં અમનપુર ગામે કોઈ અગમ્ય કારણોસર એક મકાનમાં એકાએક આગ ફાટી નિકળી હતી, આગ એકાએક વધતાં ગામવાસીઓ દ્વારા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેને પગલે 3 થી વધુ ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ગામમાં હોનારત દરમિયાન અનેક લોકોની ભીડ ઉમટી પડી હતી પરંતુ તંત્ર સમયસર ત્યાં પહોંચવાને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને ઘટના દરમિયાન કોઈને જાનહાનિ થઈ નથી જેને પગલે પ્રજાજનોએ રાહત અનુભવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: આડા સબંધની રિષમાં યુવક્ની હત્યા કરાઇ…

ProudOfGujarat

નેત્રંગમાં તેજગતિનાં પવનની સાથે ગુલાબી ઠંડીનો ચમકારો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જલારામ મંદિરે પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!