ગઈ કાલે તા. 19 મી મે ના રોજ મળેલ બાતમીને આધારે વાલિયા પોલીસ આરોપી પકડવાને હરકતમાં આવ્યું હતું, બાતમીને આધારે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેઓને ખેતીકામ અર્થે ટ્રેકટર ખરીદવા લોન અપાવશે તેમ કહી ખેડૂતો પાસેથી તેઓની જમીનોના લોન ઉપયોગી દસ્તાવેજો લઈ અલગ અલગ બેંકોમાં બેન્ક કર્મચારીઓ સાથે મેળાપીપણા કરી દસ્તાવેજો ઉપર લોન લઈ તેમાં ચેડા કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને મેળવેલ લોન ઉપાડી લઇ ખેડૂતોને ટ્રેકટર નહીં આપી બંને ગુનાઓ મળી કુલ 61,25,000 /- ની છેતરપિંડી કરી છેલ્લા 8 મહિનાથી નાસતો ફરતો આરોપી મગનભાઈ કોલીયાભાઈ વસાવા મળેલ બાતમીને આધારે જબુગામ પાસેથી તેના ઘરે જઇ રહ્યો હતો પોલિસ દ્વારા તેના પર નજર રાખવામાં આવેલ હોય અને તે ઈસમ લપાતો છુપાતો આવતો હોય જેથી તેના પર શક જતા તેણે પકડી પાડવામાં આવતા તે મગનભાઈ વસાવા હોવાનું સ્વીકારતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો કોરોના ટેસ્ટ કરાવતા તે કોરોના પોઝીટીવ આવેલ હોવાથી તેણે સારવાર હેઠળ આઇસોલેટ કર્યા બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વાલિયા પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાલિયા પોલીસે છેતરપિંડીના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો.
Advertisement