છેલ્લા 2-3 દિવસથી તાઉતે વાવાઝોડાએ ભરૂચ જીલ્લામાં દહેશત મચાવી હતી. તાઉતે વાવાઝોડું ભરૂચ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં સોમવારે રાતથી તેની વિનાશક તાકાત બતાવવાની શરૂ કર્યા બાદ મંગળવારે સાજે લગભગ 5:30 ક્લાક બાદ શાંત થયું હતું. જેને પગલે ભરૂચ જીલ્લામાં લોકોને ઘણું નુકશાન ભોગવવું પડ્યું હતું. લોકોના કાચા મકાનો તૂટ્યા હતા, લોકોના છાપરા ઊડી જતાં લોકો ઘર વિહોણા થયા છે પશુ અને પક્ષીઓને આશ્રય મેળવવો મુશ્કેલ બન્યો હતો. વીજ પોલ પોલા થતાં ધરાશાયી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના બંબાખાના પાસે આવેલ અંબે માતા સ્કૂલ નજીક ભરવાડનો બાળક ગાયો ચરાવતો હતો જ્યાં કોઈ ગાય અચાનક રીતે વિજળીના થાંભલાને અડી જતાં તેનું કરૂણ મોત નીપજયું હતું.
આજરોજ વાતાવરણ શાંત પડતાં ભરવાડો પોતાના પશુઓને ચરાવવા માટે બહાર નીકળયા હતા તેમાં લગભગ બપોરે 2 વાગ્યા જેવુ ગોવિંદભાઇ ભરવાડ અને તેમનો પુત્ર પણ ગાયો ચરાવવા નિકળયા હતા અચાનક ગાય વિજળીના થાંભલાને અડી જતાં વીજ કરંટ લાગતા ગાય સ્થળ પર જ મૃત્યુ પામી હતી જેને પગલે ભરવાડે રોષ વ્યકત કરીને જી.ઇ.બી.ને બેદરકાર જણાવી તેની તરફ આંગળી ચીંધીને તેને થયેલા નુકશાનને ભરપાઈ કરવા કહ્યું હતું.