ચોમાસાની સિઝન આ વર્ષે ઘણી જલ્દી શરૂ થઇ ગઈ છે ભરૂચ જીલ્લામાં ઠેર-ઠેર ગટરો ખુલ્લી હોય છે, જેને પગલે તંત્ર દ્વારા દર વર્ષે એપ્રિલ સુધી ખુલ્લી ગટરો સાફ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે ગટર સાફ કરવાની કામગીરી હજુ સુધી હાથ ઘરવામાં આવી નથી. તંત્ર હજુ ઘોર નીંદ્રામાં હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે.
ભરૂચ જિલ્લાના વોર્ડ નંબર 2 માં આવેલ શેરપુરા વિસ્તાર પાસેથી સમગ્ર ભરૂચને જોડતી મેઇન ગટરલાઇન છે, તેમજ ચોમાસુ શરૂ થવાને આરે છે પરંતુ ગટર સાફ કરવામાં આવી નથી. ઠેર-ઠેર કચરાના ઢગ થઈ ગયા છે પરંતુ નગરપાલિકા વિભાગ દ્વારા તેને સાફ કરવામાં આવી રહ્યા નથી અને ક્ચરાનું પ્રમાણ વધતાં ત્યાં દુર્ગંધ ઉદભવે છે જેને પગલે આવતા જતાં લોકોને ઘણી હાલાકી થાય છે. ગટરમાં પાણી આગળ ન જતાં મચ્છરોનો ઉપદ્રવ પણ ઘણો વધી રહ્યો છે. ગઈકાલે ત્રાટકેલા વરસાદ બાદ ઘણી સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા ને તેનો યોગ્ય નિકાલ ન થતાં સોસાયટીમાં રહેતા અને ત્યાથી અવરજવર કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી રહીશોનું માનવું છે કે તંત્ર વહેલી તકે સજાગ થાય અને સફાઈની કામગીરી હાથે લે અને પાણીનો યોગ્ય નિકાલ કરે.
ભરૂચ શહેરનાં શેરપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય : રહીશોને ભારે હાલાકી.
Advertisement