Proud of Gujarat
INDIAFeaturedGujarat

પી.એમ મોદી તાઉ-તે વાવાઝોડાના સંદર્ભે અમદાવાદમાં સીએમ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે..!

Share

તાઉ- તે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવવાના છે. તેઓ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારો ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને અધિકારીઓ રાજ્યમાં વાવઝોડા બાદ પરિસ્થિતિ અને બચાવ કામગીરી પર સમીક્ષા બેઠક કરશે.
સીએમ અને અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરીને ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. વડાપ્રધાન મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિના સામના માટે સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લઈને મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે આ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ વાત કરી હતી.

વાવાઝોડું પસાર થઇ રહ્યું છે ત્યાં તારાજી સર્જી રહ્યું છે. અમરેલીના રાજુલામમાં 200 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે. ગઈકાલે દીવ વણાકબોરીમાં વાવાઝોડું ટકરાયું ત્યારે તેમા પવનની ગતિ 165 થી 170 કિ.મીની હતી જે હવે બોટાદની પસાર કરી અમદાવાદ તરફ આગળ વધતા તેની ગતિ 100 કિ.મી. ની થઈ ગઈ છે. હજી પણ પવનની ગતિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

Advertisement

Share

Related posts

કિયા ગામના પાટિયા નજીક કારે મોટર બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર દંપતીના કરૂણ મોત…

ProudOfGujarat

વડોદરાની સાહસિક યુવતી એવરેસ્ટ પર્વતારોહણ જેવા સાહસના ક્ષેત્રમાં કારકિર્દી કંડારશે.

ProudOfGujarat

પાલેજની બેંકો ઓફ બરોડાનો વહીવટ સ્ટાફનાં અભાવે કથળી જતાં રોજિંદા ગ્રાહકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!