આગામી 24 કલાક ગુજરાતમાં વાવાઝોડાની અસર રહેશે, ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ 23 વર્ષ પછી ગુજરાતમાં સૌથી ભયાનક વાવાઝોડું તાઉતે રાત્રે 9.30 વાગે પ્રચંડ ઝડપે ઉના ખાતે ટકરાયું, 5 જિલ્લામાં ભારે વરસાદ, 133 ની કિમીએ પવન ફૂંકાયો. અમદાવાદ-સુરત એરપોર્ટ, બસ સેવા બંધ, સૌરાષ્ટ્ર જતી ટ્રેનો 21 મી સુધી બંધ સૈન્યની ત્રણેય પાંખોને સ્ટેન્ડબાયની સૂચના આપવામાં આવી છે.
તાઉતે વાવાજોડાને લઈને જિલ્લામાં ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો ગઈકાલથી શરૂ થયેલ ભારે પવન સાથે વરસેલા વરસાદમાં ભરૂચ જિલ્લામાં 61 મીમી, આમોદમાં 16 મીમી, અંકલેશ્વરમાં 35 મીમી, હાંસોટમાં 75 મીમી, જંબુસરમાં 22 મીમી, નેત્રંગમાં 7 મીમી, વાલીયામાં 16 મીમી અને ઝગડિયામાં 6 મીમી વરસાદ પડ્યો હતો જેને કારણે ભારે નુકશાન થયું હતું અને ઠેર ઠેર પાણી ભરાયું હતું.
Advertisement