વાવાઝોડું 95 કિમી કે તેથી વધુની ઝડપે પસાર થવાની શકયતા છે. વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના દરિયા કાંઠાના 30 ગામોના 3000 થી વધુ લોકોનું રાતે 7.30 કલાક સુધીમાં સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમ ભરૂચ પંથકમાં પણ દાંડિયા બજારથી સુથીયાપુરા જવાનાં માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું હતું પરંતુ મળતી માહિતી મુજબ કોઈને જાનહાની પહોંચી ન હતી તેમજ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર વૃક્ષ પડ્યા હતા.
શહેરમાં 50 થી વધુ સ્થળમાં વૃક્ષ પડીયા હતા. સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમની મદદે આવતા તેમના ઘર પરિવારવાળા પોતાની ગાડીઓ પાર્ક કરે છે ત્યાં જ એક વૃક્ષ ધરાશાયી થયું હતું જે એક ગાડી પર પડતા ગાડીને નુકશાન થયું હતું. ભરૂચમાં ઠેર ઠેર વૃક્ષ પડવાના વિડિઓ સોશિયલ મિડીયા પર વાઇરલ થઈ રહ્યા છે.
Advertisement