કોરોના સાથે તાઉતેએ આતંક મચાવ્યો છે જેને કારણે લોકોને પાક સહિત લોકોના ઘરોને ભારે નુકશાન થયુ છે. ભારે પવન ફૂંકાવાને પગલે વીજ પુરવઠાને નુકશાન થતું હોય છે તે જ બનાવ ભરૂચના નંદેલાવ વિસ્તારમાં વીજ પુરવઠો ન મળવાને કારણે લોકોમાં હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો તંત્રને જાણ કરવા છતાં તંત્ર હરકતમાં ન આવતા લોકો પાંચબત્તી પેટા વિભાગ વિભાગીય કચેરી ખાતે પહોંચી ગયા હતા જ્યાં લોકોને પોતાની રજુઆત કરી હતી.
નંદેલાવ વિસ્તારમાં રેલવે કોલોની, આશ્રય સોસાયટી સહિત અન્ય વિસ્તારોમાં લાઈટો ત્રણથી ચાર કલાકો ન હતી તેની જાણ રહીશો દ્વારા તંત્રને કરતા તંત્ર સરખો જવાબ આપતાં નથી અને ફીડર બગડ્યા હોવાનું બહાનુ રહીશોને કરવામાં આવે છે. જેથી રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે વાવાઝોડાને પગલે સાંજના 8 વાગ્યાથી લાઈટ ન હોવાને કારણે તંત્રને જાણ કરી હતી છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા આસપાસના રહીશો રોષે ભરાઈને જી. ઈ. બી ખાતે પહોંચ્યા હતા. જેને પગલે રહીશો દ્વારા તંત્રને આંગળી ચીંધી હતી, પ્રજા તકલીફમાં હોવાથી જરૂરી પગલા લેવા કલેકટર અને ધારાસભ્યને જાહેર અપીલ કરવામાં આવી હતી.