ભરૂચ જિલ્લાના વાગરા અને જંબુસર તાલુકાના દરિયા કાંઠે આવેલાં આસપાસના ગામોમાં સંભવિત વાવાઝોડાની નુકશાની ન થાય અને એક પણ માણસને જાનહાનિ ન થાય તે માટે ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા અને વહીવટી તંત્ર ખડે પડે કામગીરી કરી રહ્યુ છે.પરંતુ કુદરતી આફતને કાબુમાં લેવું અશક્ય છે તે જ રીતે ભરૂચના કેટલાય ગામોના સીઝનલ પાકોમાં નુકશાન થયું છે જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા દેખાઈ રહી હતી. ભારે પવન ફૂંકાવાને કારણે તાલાલા ગામના ખેતરોમાં કેરીઓ ખરી પડતા ખેડૂતોને કરોડોનું નુકશાન ભોગવાનો વારો આવ્યો છે, ભરૂચના અંતરિયાળ વિસ્તાર સહિત અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ ખાતે કેળ, પપૈયા અને કેરીના પાકને મોટુ નુકશાન થયું હતું.
નુકશાન થવાથી ખેડૂતમાં માતમનો માહોલ સર્જાયો હતો. ગરીબ ખેડૂત જેનો નિર્ધાર ખેતી જ હોય છે તેવા ખેડૂતોને ભારી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
Advertisement