વાવાઝોડાને કારણે વીજ પુરવઠો અવિરત જળવાય રહે અને જો ડેમેજ થાય તો જેમ બને તેમ ઝડપી રીસ્ટોર કરી શકાય તેવુ પ્લાનિંગ કર્યુ છે. ડેમેજ કંટ્રોલ માટે ફાયર વિભાગ અને પ્રાઇવેટ ક્રેન સંચાલકો અને એપ્રેન્ટિસ કરતાં વિદ્યાર્થીઓને પણ મેન પાવર મેનેજ માટે મદદ લેવાશે. ભરૂચના ઇસ્ટ વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતા વધારે છે.
ડીજીવીસીએલની ઓવરહેડ લાઇનને મોટા વૃક્ષોને કારણે વધુ નુકશાન થાય છે. ક્યારેક પવનને કારણે ડાળીઓ તૂટીને લાઇનને ડેમેજ કરે છે. કોવિડ હોસ્પિટલોમાં પણ વીજ પુરવઠો ડેમેજ બાદ ઝડપી રિસ્ટોર થાય તેવી વ્યવસ્થા કરી છે. વાવાઝોડું 95 કિમી કે તેથી વધુની ઝડપે પસાર થવાની શકયતા છે. વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના દરિયા કાંઠાના 30 ગામોના 3000 થી વધુ લોકોનું રાતે 7.30 કલાક સુધીમાં સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચ, આમોદ અને જંબુસર નગરમાં પણ કાચા મકાનો, ઝુંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. સંભવત સ્થિતિને લઈ રાહત અને બચાવ માટે NDRF ની 2 ટીમ વાગરા તેમજ જંબુસર તાલુકામાં સ્ટેન્ડ બાય રખાઈ છે. સાથે જ DGVCL, R&B, ફોરેસ્ટ, ST, ડીપ ઇરીગેશન, પંચાયત, 108, પોલીસની ટીમો પણ સ્ટેન્ડ બાય છે