હવામાન વિભાગના જણાવ્યાનુસાર તાઉ-તે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 100 કિ.મી. દૂર સ્થિત પહોચ્યું છે. લોકોને બે દિવસ સુધી ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાના સમયે 15 જેટલા જિલ્લામાં 70થી 175 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. રાજ્યમાં દરિયાકાંઠાના અલગ અલગ જિલ્લામાંથી દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. છેલ્લા છ કલાકમાં 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આ વાવાઝોડા ને ,અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન’જાહેર કર્યું છે જેના અનુસંધાન રાજ્યમાં ગ્રેટ ડેન્જરનું એલર્ટ આપવામાં આવ્યું છે. તાઉ-તે વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં 10 ઇંચ જેટલો વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર લોકોને સ્થળાંતર કરવાની મોટી કામગારી પૂર્ણ કરી દેવામાં આવી છે.
5 જિલ્લામાંથી 1 લાખથી વધુ અને રાજ્યમાંથી કુલ 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 19 હજાર માછીમારો અને તમામ બોટ પાછી આવી ગઇ છે. 11 હજાર અગરિયાઓનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી, સચિવ અને વધુ પ્રભાવિત જિલ્લામાં એડીજીપી કાર્યરત છે. ફોરેસ્ટ એનર્જી, 108, કન્ટ્રોલ રૂમ એરેન્જ કરાયા છે. કન્ટ્રોલ રૂમની અંદર સેટેલાઇટ ફોન સાથે કનેક્ટિવિટી કરવામાં આવી હોવાનું એડિશનલ ચિફ સેક્રેટરી પંકજ કુમારે જણાવ્યું છે.
ચક્રવાતી તોફાનનું કાઉન્ટ ડાઉન શરૂ : તાઉ-તે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધ્યું !!!
Advertisement