કોરોના મહામારી વચ્ચે તાઉ[તે વાવાઝોડાએ ઘણી મુસીબત ઉભી કરી દીધી છે. ભરૂચ જિલ્લો દરિયાકાંઠાનો હોવાને કારણે તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં મોડી રાતે ત્રાટકશે ત્યારે સમુદ્ર કિનારાના ગામોને હાઈ એલર્ટ પાર રાખવામાં આવ્યા હતા. ગુજરાત પર ત્રાટકનાર વાવાઝોડાના પગલે ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સ્થળાંતરની કામગીરી શરુ કરવામાં આવી છે.
જિલ્લામાં 2400 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં મોડી રાતે ત્રાટકશે ત્યારે સમુદ્ર કિનારાના ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા દરિયાકિનારે વસતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાઓમાંથી 2400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જિલ્લામાં સૌથી વધુ અસર આલીયાબેટ વિસ્તારમાં થવાની શક્યતા છે ત્યારે આલીયાબેટ પર વસતા 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જોકે અહીંના લોકો ભીતિ સેવી રહ્યા છે કે હાલ સુધી તેઓનો વિસ્તાર કોરોના મુક્ત વિસ્તાર હતો પરંતુ તેઓને જ્યાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે ત્યાં કોરોના ફેલાયેલો છે જેથી તેઓમાં પણ સંક્ર્મણ આવવાની સંભાવનાઓ છે. જોકે વહીવટી તંત્રના આદેશનું પાલન કરી તેઓએ હાલ ભયના માહોલ વચ્ચે સ્થળાંતર કરવાની તૈયારી હાથ ધરી દીધી છે.
તાઉ-તે વાવાઝોડાનાં કારણે ભરૂચના દરિયાકાંઠાના ગામડાઓનાં લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાયું.
Advertisement