Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચમાં સગીરા સહિત બે બહેનો સાથે ચપ્પુની અણીએ દુષ્કૃત્યનો પ્રયાસ ભરૂચ,

Share

ભરૂચમાં ચાર વર્ષ પહેલા હત્યાનો ભોગ બનેલ સુનિલ તાપિયાવાલાની સગીરા સહિતની બે પુત્રીઓએ એ-ડિવિઝન પોલીસ મથકે તેની મમ્મીના જ પ્રેમી સામે ચાર માસ પહેલા તેમની સાથે દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક સુનિલ તાપીયાવાલાની બે પુત્રીઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસમથકે મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશ અને હાલ ભરૂચની માંગલ્ય સોસાયટી ખાતે હેતા રાહુલ નાનક ખંડેલવાલ વિરૂધ્ધ દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ ચાર મહિના પહેલા રાહુલ ખંડેલવાલે ચપ્પુની અણીએ બન્નેની સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે બંનેએ તાજેતરમાં એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે સુનિલ તાપિયાવાલા હત્યાકેસના આરોપી તરીકે તેની પત્ની હિરવા જ્યારે સબજેલમાં હતી. તે સમયે રાહુલ ખંડેલવાલ પણ એક ગુનામાં જેલમાં હતો. જ્યાં બન્નેનો સંપર્ક થયો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ બન્ને સાથેરહેતા વિવાદની એરણે પણ ચઢયા હતા. તેમાં પણ સગીરા સહિત બે પુત્રીઓ સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ રાહુલ ખંડેલવાલ વિરૂધ્ધ નોંધાતા વધુ એક વખત હિરવા અને રાહુલ વિવાદની એરણે ચઢયા છે. જ્યારે બીજીબાજુ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

 


Share

Related posts

નડિયાદ : વડતાલધામને દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાની ગાઇડલાઇન અંતર્ગત ઇદની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

લીંબડી રાણપુર હાઈવે પર સોમનાથ હોટલ નજીક અકસ્માત સર્જાતા એક બાળકનું મોત નિપજયું.

ProudOfGujarat
error: Content is protected !!