ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે.જેની સાથે ભરૂચના દહેજ બંદરને 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
દહેજમા પ્રવર્તી રહેલ તૌકતે વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તનું આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાંઠાના સુવા ગામે પવનની ગતિમા વધારો થયો હતો અને વાતાવરણ બદલાયું હતું. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી હતી અને બોટને દરિયામાં ન લઇ જવા દઈને કાંઠે લઇ આવ્યા જણાવ્યું હતું. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના વિસ્તારમાં જેના મકાનો કાચા છે ને જે વિસ્તારમાં પુરનું ભય છે તેવા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવાયાનું કામ શરૂ કરાયું છે.
Advertisement