ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ ભારતને અસર કરતું તૌકત વાવાઝોડાની અસર વર્તાય હતી. દરિયાકાંઠાથી 100 કિમીથી વધુ અંતરના ગામોમાં તેની અસર નોંધાઇ હતી. ભરૂચ ડિઝાસ્ટર વિભાગ અનુસાર રવિવારે ત્રાટકેલા વાવાઝોડાની ગતિ 70 કિમી પ્રતિકલાકની હતી. જિલ્લામાં વાવાઝોડાને પગલે વીજળી વેરણ થાય તો કોવિડની સુવિધાઓ ઠપ ન થાય તે માટે DGVCL ના 300 વીજ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે તથા વીજ તાર તૂટી જવાની સ્થિતિમાં રિસ્ટોરેશન માટે 19 ટીમો સ્ટેન્ડબાય કરવામાં આવી છે. જોકે મોટાભાગની હોસ્પિટલો પહેલેથી જ એલર્ટ હોવાથી જનરેટર સહિતની વ્યવસ્થા કરી લીધી હતી. જોકે વાવાઝોડામાં વૃક્ષો તૂટી પડવાને કારણે ઠેર-ઠેર રસ્તાઓ બ્લોક થતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય હતી. હજુ વાવાઝોડું શાંત થયુ નથી. જિલ્લામાં આજે સામાન્ય અને કાલે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વાવાઝોડાના પગલે જિલ્લાભરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જાનહાનીના કોઈ અહેવાલ સાંપડ્યા નથી.
ગુજરાતને પ્રાણવાયુ પૂરો પાડતા દહેજ – ઝઘડિયાના 2 પ્લાન્ટ કાર્યરત રાખવા પર ધ્યાન સમગ્ર ગુજરાતને મોટાપાયે ઓક્સિજન પૂરો પાડતા દહેજ અને ઝઘડિયાનો પ્લાન્ટ ઠપ ન થાય તેના ઉપર વિશેષ ધ્યાન દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કેન્દ્રિત કર્યું છે. ઔદ્યોગિક ગઢ અને 122 KM નો દરિયા કાંઠો ધરાવતા ભરૂચ જિલ્લામાં ઓક્સિજન ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓ સાથે 2 મોટા પ્લાન્ટ આવેલા છે. દહેજની લિંડે અને ઝઘડિયાની કંપની મોટા પાયે ઓક્સિજનનું પ્રોડક્શન કરે છે. કોરોના કાળમાં આ બંને કંપની દ્વારા ઉત્પાદિત થતો પ્રાણવાયુ સમગ્ર રાજ્યમાં પણ મોટા પ્રમાણમાં મોકલવામાં આવે છે.
ઓક્સિજન રિફિલિંગ કરવતા લોકો અટવાયા. કોરોનાની સારવાર લેતા દર્દીઓને પણ હવે ઓક્સિજનની મહત્તમ જરૂર પડી રહી છે. રવિવારે વાવાઝોડા દરમિયાન 2-3 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતાં અંકલેશ્વર સ્થિત ઓક્સિજન રિફિલિંગ સેન્ટરો પર ઓક્સિજન સિલિન્ડર રિફિલ ડિલે થઇ ગયુ હતુ. આગામી દિવસોમાં પણ જો વીજ પુરવઠા વિના ઓક્સિજન રિફિલિંગ કાર્ય ખોટકાશે તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ભરૂચ જિલ્લામાં વાવાઝોડા વચ્ચે કોવિડની સુવિધા ઠપ ન થાય તે માટે તંત્ર એલર્ટ !
Advertisement