રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેથી ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને સારવાર તેમજ જીવન જરૂરી વસ્તુઓમાં ઘણી સહાય મળી રહે પરંતુ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ યોજના અંતર્ગત સારવાર માટે 50 હજાર સુધીની સારવાર તા. 10 મી જૂન સુધી મળી શકશે. પણ આ જાહેરાત માત્ર પેપર પર હોય તેમ જણાઈ રહ્યુ છે. જિલ્લામાં અત્યાર સુધી કોઈ પણ દર્દીને લાભ મળી શક્યો નથી. યોજના અંતર્ગત જોડાયેલ હોસ્પિટલો તેમજ આરોગ્ય વિભાગની આ અંગેની નિષ્ક્રિયતાના કારણે જિલ્લાના દર્દીઓને કોરોનો જેવા સમયગાળામાં લાભ મળી શકતો નથી.
તમામ માં કાર્ડ ધારક દર્દીઓને ફરજીયાતપણે આ યોજના હેઠળ દાખલ કરવામાં આવે તેમજ સારવાર માટે પી.એમ.જે.વાયના સોફ્ટવેરમાં નોંધણી તેમજ દવાની ઓનલાઇન મજૂરી ફરજીયાત કરવા સાથે કોવીડ એમપેનલ તમામ હોસ્પિટલોને આ યોજનામાં ફરજીયાત આવરી લેવા માટે સરકારને આગળની કાર્યવાહી અંગે વિનંતી કરવામાં આવી હતી.