હાલ કોરોનાની સ્થિતિ ઘણી કપરી થઇ છે તે સમયમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ઘણું આવશ્યક બન્યું છે જેથી કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય અને દેશને કોરોનામાંથી મુક્તિ મળે. સરકાર દ્વારા પણ લોકોને સજાગ કરવા માટે કોરોને ફેલાવતું અટકવા ઘણી ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી છે, જેમાં માસ્ક ફરજિયાત પહેરવું, કામ વગર બહાર નીકળવું નહિ અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું. પરતું હજુ પણ ઘણા એવા લોકો છે જે ગાઈડલાઈનનું પાલન કરતા નથી તેવો જ બનાવ ભરૂચ ખાતે થયો હતો.
બનાવ અંગે મળતી માહિતી મુજબ જીતેન્દ્ર બરાનપુરી નામના એક વ્યક્તિ આજરોજ કોરોના મહામારીના દૌર વચ્ચે રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ તેમણે જાણે કોરોનાની ગાઈડલાઈનોથી અજાણ હોય તે રીતે ઘરમાંથી માસ્ક પહેર્યા વગર જ કે તેનું મોઢું પણ કોઈ પણ રીતે ઢાંક્યાં વગર ભરૂચ રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. આ વ્યક્તિ ક્યાં જઇ રહ્યો છે, ક્યાથી આવ્યો છે તેમજ સ્ટેશનની ટિકીટ પોતાની પાસે હતી કે નહીં તેનો આ ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તે વિશે હાલ તંત્ર અજાણ છે. જે અંગે હેડ.કોન્સ. અરવિંદભાઇ ડાહ્યાભાઈએ ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશનમાં જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો દાખલ કરાવ્યો હતો. દંડ સિવાય તંત્ર આ શખ્સ સામે શું પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું છે.