-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ઝાડેશ્વર રોડ પર આવેલ સબરી વિદ્યાલય ના ઢાળ પાસે ના રોડ પર બોલેરો કાર ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા રોડ સાઈડ ઉપર પાર્ક કરેલ અન્ય મોટરસાયકલો અને માટલા ની દુકાન તેમજ કેબીનો માં ધડાકાભેર કાર અથડતાં એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……
જોકે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી અચાનક પૂરપાટ ઝડપે માથેલા સાંદ ની જેમ કાર આવતા લોકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા …હાલ તો સમગ્ર ઘટના અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટના ની નોંધ લઇ કાયદેસર ની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે…
(હારૂન પટેલ)