હાલ કોરોના સમયમાં કોઈ ક્યાંય જઇ શકતું નથી સાથે છેલ્લા 1 વર્ષથી આપણે કોઈ તહેવાર પણ મનાવી શકતા નથી તેવી જ રીતે આજરોજ ઈદ, અખાત્રીજ અને પરશુરામ જયંતીનો તહેવાર છે છતાં લોકોએ પોતાના તહેવાર ઘરે રહીને જ મનાવવા પડશે.
આજરોજ ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને ઇદની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ સ્ટેશન પાસે આવેલ મસ્જિદના 4 મુખ્ય ટ્રસ્ટીઓએ કોરોનાની ગાઇડલાઇનને સમજી અને સ્વીકારીને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને નમાજ અદા કરી હતી. આ વર્ષે માત્ર બે થી ત્રણ લોકો દ્વારા જ મસ્જિદમાં નમાજ અદા કરીને ઇદની ઉજવણી કરવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે ડી.એસ.પી સાહેબના આદેશના અનુસંધાનને માન રાખીને સોશ્યલ ડિસ્ટન્સ હાલ રાખવું ખુબ જરૂરી છે જેથી હિંદુ તથા મુસ્લિમ દરેક સમુદાયના લોકોને ગાઇડલાઇનનું પાલન કરવા વિનંતી કરી હતી. આજરોજ દરેક મુસ્લિમ લોકોએ નમાજ અદા કરીને અલ્લાહને પ્રાર્થના કરવામાં આવી કે દેશ અને દુનિયામાંથી કોરોના જેવો જીવલેણ રોગ જલ્દીથી દૂર થઈ જાય.