Proud of Gujarat
INDIAFeaturedGujarat

પરશુરામ જયંતી : પરશુરામ છે ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, જાણો વધુ.

Share

અક્ષય તૃતીયાના દિવસે જ પરશુરામ જયંતીની ઊજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 14 મે, શુક્રવારના રોજ ઉજવાયો હતો. પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. અમર થઈને કળિયુગમાં હનુમાનજી સહિત 8 દેવતા અને મહાપુરૂષોમાં પરશુરામ પણ એક છે. ભગવાન શિવજીએ આશીર્વાદમાં પરશુ એટલે કે ફરસો આપ્યો હતો. આ કારણે તેમનું નામ પરશુરામ પડ્યું છે. તેમની પૂજા કરવાથી સાહસ વધે છે અને દરેક પ્રકારનો ભય દૂર થાય છે. ભગવાન રામ અને પરશુરામ બંને જ વિષ્ણુના અવતાર છે.

ભગવાન રામ ક્ષત્રિય કુળમાં જન્મેલા પરંતુ તેમનો વ્યવહાર બ્રાહ્મણો જેવો હતો. ત્યાં જ ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો વ્યવહાર ક્ષત્રિય હતો. ભગવાન શિવજીના પરમભક્ત પરશુરામ ન્યાયના દેવતા છે. તેમણે 21 વખત આ ધરતીને ક્ષત્રિય વિહીન કરી હતી. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે, એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાશ પર્વત પહોંચ્યા, પરંતુ પ્રથમ પૂજ્ય શિવ-પાર્વતી પુત્ર ભગવાન ગણેશજીએ તેમને શિવજીને મળવા દીધા નહીં. આ વાતથી ગુસ્સે થઇને તેમણે પોતાના ફરસાથી ભગવાન ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો. આ કારણે ભગવાન ગણેશ એકદંત કહેવાયાં. તેમના ગુસ્સાના કારણે ભગવાન ગણેશજી પણ બચી શક્યા નહોતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગણેશ સુગર અંગે દુષ્પ્રચાર કરનાર કઠીત ચાર ડિરેક્ટરો સામે પગલા ભરવા બોર્ડ દ્વારા ઠરાવ પાસ કરાયો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંબોલી ગામ ખાતે જુગાર રમતા એક આરોપી ઝડપાયો અને ૫ ફરાર…કેમ ?

ProudOfGujarat

ભરૂચ : LPG સિલિન્ડરની હોમ ડિલિવરીમાં મહત્વનાં ફેરફારો….જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!