ભરૂચ જીલ્લામાં છેલ્લા 3 મહિનાથી પ્રોહિબિશન કેસનાં વોન્ટેડ આરોપીઓને પોલીસ શોધતી હોય, એલ.સી.બી. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી દરોડો પાડી બુટલેગરોને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવેલ જેમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડયો છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા હાલમાં ચાલી રહેલ કોવિડ-19 મહામારીનાં અનુસંધાને જીલ્લામાં ચાલતી ગેરકાનૂની દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિને અટકાવવા માટે વિવિધ વિસ્તારોમાં દારૂના બુટલેગરો ઉપર વોચ રાખવામાં આવી હોય જેના આધારે ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને ભરૂચ એલ.સી.બી. નાં પોલીસ ઇન્સપેકટર જે.એન. ઝાલાનાં માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ની અલગ-અલગ ટુકડી બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ટીમ બનાવવામાં આવી હતી. જેમાં વાલિયા ખાતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂ.6,97,200 જથ્થો પોલીસે ઝડપી પાડવામાં આવેલ જે ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસતા ફરતા આરોપી રમેશ માધુ વસાવા રહે. મેરાગામ તા.વાલિયા જે પોલીસની નજર ચૂકવીને ફરતો હોય અને આજરોજ ભરૂચ એલ.સી.બી ની ટીમે બાતમીના આધારે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાલિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.