હાલ કોરોનાની સ્થિતિ ઘણી કપરી બની રહી છે લોકોને પૂરતા પ્રમાણમાં બેડ મળી રહ્યા કે નથી ઓક્સિજનના બોટલ મળી રહ્યા તે સાથે હાલ ઘણા લોકોને શરીરમાં લોહીની કમી પણ રહેતી હોય છે ત્યારે આવા સમયગાળામાં લોહી મળવું ઘણુ મુશ્કેલ હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાનું સાંઈ સરકાર નામનું ગ્રુપ છે જેઓએ આજરોજ બ્લડ ડોનેટ કરવાની પહેલ કરી હતી.
આજરોજ ભરૂચના રેડ ક્રોસ બ્લડ બેંક પર સાંઈ સરકાર ગ્રુપના લગભગ 40 થી 45 જેટલાં લોકોએ લોહી ગ્રુપ પ્રમાણે બ્લડ ડોનેટ કર્યું હતું તે સમય દરમ્યાન બ્લડ બેન્ક દ્વારા દાન કરનાર માટે બેડ, સૅનેટાઇઝનથી લઈને અન્ય ચોક્કસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.
ત્યારબાદ દરેકનું બ્લડ લેવામાં આવ્યું હતું. લોકોને પ્લાઝમા અને બ્લડ માટે ઠેર-ઠેર ફરવું ન પડે તે માટે કોરોના સમયમાં માણસ જ માણસને કામ લાગે તે સંદેશ સાથે સાંઈ સરકાર ગ્રુપ દ્વારા ખુબ સારુ પગલું ભરવામાં આવ્યું હતું.
ભરૂચનું સાંઈ સરકાર ગ્રુપ બ્લડ ડોનેટ કરી લોકોની વ્હારે આવ્યું.
Advertisement