કોરોના મહામારીની કપરી પરિસ્થિતિમાં લોકોની હાલત કફોડી બની છે. નોકરી ધંધાથી રોજગારી મેળવતા લોકો આજે બેકાર બની રહ્યા છે. લોકોના બનાવેલા વેપાર ધંધા પડી ભંગ્યા છે. તે જ સ્થિતિ આજે ભરૂચ જિલ્લાના પટેલ સુપર માર્કેટમાં સર્જાઈ હતી, જેને પગલે સુપર માર્કેટના એસોસીએશન ના પ્રમુખ એવા બિપીનભાઈ જેમને ડી. એસ. પી. ને નિવેદન મોકલ્યું છે જેમાં તેમને જણાવ્યું છે કે અનાજ, દૂધ, શાકભાજીની દુકાનો અને સ્ટેશન, શક્તિનાથ, તુલસીધામ સમગ્ર ભરૂચના તમામ એરિયા ચાલુ રહે છે.
સુપર માર્કેટમાં લગભગ 542 જેટલી દુકાનો છે જે હાલની વિકટ પરિસ્થિતિમાં બંધ છે, સુપર માર્કેટમાં ઘણા એવા લોકો છે જેઓના ઘર પરિવાર એકમાત્ર દુકાન પર જ ચાલતા હોય છે તેમજ ઘણા એવા લોકો પણ છે કે જેની ભાડાની દુકાન છે તેઓને ફરજીયાતપણે ભાડુ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી તેમની તંત્રને અપીલ છે કે જો કરો તો સંપૂર્ણ લોકડાઉન કરો અન્યથા સુપર માર્કેટને સવારના 8 થી બપોરના 2 વગ્યા સુધી ખુલ્લું રાખવાની છુટ આપવામાં આવે જેથી લોકોના ધંધા રોજગાર ચાલુ રહે.
ભરૂચ સુપરમાર્કેટ એસોસીએશનનાં પ્રમુખનું ધંધા રોજગાર સવારનાં 8 થી બપોર નાં 2 સુઘી ચાલુ કરવા ડીએસપીને આવેદન.
Advertisement