ભારત વિવિધતાનો દેશ છે જ્યાં અનેક જાતની લોકસંસ્કૃતિ જોવા મળે છે જે દેશને વધારે ખુબસુરત બનાવે છે મોટા તહેવારોના સિવાય પણ અમુક વિશેષ દિવસો હોય છે જે પોતાના ધાર્મિક સાંસ્કૃતિક માન્યતાઓના મુજબ ભાગ્યશાળી ગણવામાં આવે છે. હિન્દૂ ધર્મનો આવો જ એક તહેવાર છે અખાત્રીજ. આ દિવસને સતયુગની શરૂઆત માનવામાં આવે છે.
પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે શુભ કાર્યોને કોરોનાનું ગ્રહણ બાધારૂપ થશે. કોરોનાની ગાઇડલાઇન અંતર્ગત લગ્ન, ગૃહ પ્રવેશ તેમજ અન્ય શુભ કાર્યો સામૂહિક રીતે કરવામાં આવશે નહીં. અખાત્રીજના પર્વે દર વર્ષે લગ્નઓની ખુબ ધૂમ મચતી હોય છે પરંતુ આ વર્ષે પહેલીવાર અખાત્રીજ લોકોના લગ્ન વગર સુની રહેશે તેમજ અખાત્રીજના દિવસે શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે જેથી લખમીરાણી સ્થિર રહે અખાત્રીજના દિવસ જે સોનુ-ચાંદી લેવું એ ગુજરાતી લોકો માટે ગણું શુભ ગણાય છે પરંતુ દુકાનો બંધ હોવાને કારણે સોના, ચાંદી અને હીરાની ખરીદી થઈ શકશે નહીં સાથે વેચનારને પણ ઘણી ખોટ ભોગવવાનો વારો આવી રહ્યો છે.