Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ સિવિલમાં 6 મહિનાનાં ગર્ભ સાથે નર્સ કોરોનાનાં વોર્ડમાં નિ:સ્વાર્થ ભાવે ફરજ બજાવી રહી છે.

Share

કોરોના વાઈરસથી સંક્રમિત થવાની દહેશત હોવા છતાં જરા પણ ડર રાખ્યા વગર ફરજ નિભાવવી તે ગૌરવની બાબત છે. છેલ્લા સવા વર્ષથી રાત- દિવસ ભૂખ અને તરસ અને પરિવારજનોની ચિંતા કર્યા વગર કોરોનાના કપરાકાળમાં નિષ્ઠાપૂર્વક દરેક નર્સિંગ બહેનો અને બ્રધર્સ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમણે લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા છે જેથી તેમને કોરોના વોરિયર્સનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલની નર્સ સ્વાતિ.એચ.પટેલ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી કોરોના વોર્ડમાં ફરજ બજાવે છે હાલમાં તેઓને 6 મહિનાની પ્રેગ્નેન્સી હોવા છતાંય જોરદાર રીતે પોતાની ફરજ અદા કરી રહ્યા છે. ઘર- પરિવારના સભ્યોના સહકાર અને સંમતિથી આ મહામારીમાં તેઓ ફરજ દરમ્યાન આખો દિવસ પીપીઈ કીટ પહેરીને ફરજ બજાવવી એ ખુબ જ કપરુ છે, પરંતુ હાર માન્યા વગર પૂરી તાકાતથી પોતાની ફરજ નિભાવે છે.

Advertisement

Share

Related posts

આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા સેવા સદન, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત અને નગરપાલીકા ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા એ ઉમેદવારી ફોર્મ ભર્યું, કહ્યું લોકસભા ચૂંટણી અમે સારા માર્જિન થી જીતીશું

ProudOfGujarat

પાનોલી જી.આઈ.ડી.સીમા સોલિડ વેસ્ટના હઝાર્ડિયસ્ટ વેસ્ટ ઇન્સિનરેટરના પ્લાન્ટની બાંધકામની કામગીરી અટકાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નિર્દેશ કર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!