Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ – જંબુસર ચોકડી પાસે વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલ ભયંકર આગ મામલે પોલીસે ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કર્યો.

Share

ભરૂચની જંબુસર ચોકડી પાસે આવેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા હતી તે દરમિયાન 16 દર્દીઓ સહિત 18 લોકોના મોત નિપજ્યા હતા, આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદરકારી દાખવવાનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જાણવું હવે એ છે કે ગુનાનું જવાબદાર તંત્રની બેદરકારી છે કે પછી ટ્રસ્ટીઓની આંખ ન ખુલી ?

ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી જેમાં ગત તારીખ 1 લી મે ની રાત્રીએ આઈ.સી.યુ.વિભાગમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળતા સારવાર લઈ રહેલા કોરોનાના 16 દર્દી સહિત કુલ 18 લોકોના મોત નિપજ્યા હતા. જે તપાસ દરમ્યાન અને તજજ્ઞોના અભિપ્રાયો બાદ વેલ્ફેર હોસ્પિટલનાં નવા બિલ્ડીંગમાં ફાયર વિભાગની એન.ઓ.સી. સિવાય અને ફાયર સેફટી માટેના આગ નિયંત્રક ઉપકરણ ગોઠવ્યા સિવાય વહીવટી નીતિ નિયમોનો ભંગ કરી કોવિડ હોસ્પિટલ ચાલુ રાખવાની જાણ થઈ છે. મામલે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. જોકે મામલામાં હવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેની આગળની તપાસ એમ.પી. ભોજાણી, એસ.સી.એસ.ટી. સેલ ભરૂચને સોંપવામાં આવે છે.

Advertisement

ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર વેલ્ફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી. આમ છતા સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી. આ ઉપરાંત ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા ન લેવાયા હતા જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે હોસ્પિટલના ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાલા સહિતના અન્ય ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Share

Related posts

વલસાડ હાઇવે ઉપર હરિયાણા જતા કન્ટેનરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

વડોદરાના સિંધરોટ ગામથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વર્ગીય અહેમદ પટેલની યાદમાં ફ્રી મેડિકલ અને સર્જીકલ કેમ્પનું આયોજન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!