– અશ્લીલ ચેનચાળાનો વિડિયો રેકોર્ડિંગ કર્યા બાદ રૂપિયા ૧૧ હજારની માંગણી કરી…યુવકે રૂપિયા ન આપતાં વિડીયો વાયરલ…
– ફેસબુક વિડીયો કોલિંગ રિસીવ કર્યા બાદ યુવક અને યુવતી વચ્ચેના અશ્લીલ ચેનચાળાનો વિડીયો વાયરલ થતાં યુવક ચિંતિત બન્યો…
ફેસબુક પરથી આવેલો કોલ રિસીવ કરતા સામેથી યુવતી થઈ નગ્ન અને અશ્લીલ ચેનચાળા કરતા યુવાન તેની જાળમાં ફસાયો હતો યુવાન પણ થયો નગ્ન યુવતીએ વીડિયો રેકોર્ડિંગ કરી રૂપિયા ૧૧,૦૦૦ ની માંગણી કરી હતી યુવકે રૂપિયા આપવાની ના પાડતા ફેસબુક ઉપર વિડીયો કોલિંગથી થયેલી વાતચીત અને ચેનચાળાના સ્ક્રીન વિડિયો યુવકના ફેસબુક ફ્રેન્ડ લોકોને મોકલી આપી તેણે બદનામ કરી મૂકતા યુવક આજે માનસિક રીતે તૂટી સાયબર સેલમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો ત્યારે લોકો પણ ફેસબુક ઉપર આવતા કોલ રિસીવ કરતા ચેતવાની જરૂર છે.
સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા ઝડપી બની ગયું છે અને તેનો લ્હાવો કેટલા અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં ફેસબુક ઉપર વીડિયો કોલિંગ ફેક એકાઉન્ટ ઉપરથી આવતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ફેસબુક ઉપરથી વીડિયો કોલિંગ કરતી યુવતી સૌપ્રથમ નગ્ન થતી હોય છે અને તે અશ્લીલ ચેનચાળા કરી જેને ફેસબુક ઉપરથી વીડિયો કોલિંગ કરી તે યુવકની સામે અશ્લીલ ચેનચાળા કરી જાળમાં ફસાવતી હોય છે આવી જ ઘણી બધી ઘટનાઓ ભરૂચ જિલ્લામાં બની રહી છે અને જેના કારણે કેટલા યુવકો માનસિક રીતે તૂટી ગયા છે પરંતુ ફેસબુક ઉપરથી આવતા વીડિયો કોલિંગ અંગેની ફરિયાદો સાયબર સેલમાં પણ પહોંચતી હોય છે પરંતુ ફેક એકાઉન્ટ ઉપરથી અસામાજિક તત્વો આવા કૃત્ય કરતા હોવાની ઘણીવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લાનો વધુ એક યુવક ફેસબુક એકાઉન્ટ ઉપરથી આવેલ વીડિયો કોલિંગ રિસીવ કર્યો હતો વીડિયો કોલિંગ કરનાર યુવતી પોતાના કપડા ઉતારી અશ્લીલ ચેનચાળા કરી રહી છે અને વીડિયો કોલિંગ કરનાર યુવતીના આવા ચેનચાળામાં ફેસબુક ઉપર કોલ રીસીવ કરનાર યુવક ફસાઈ જતો હોય છે અને ભરૂચનો યુવક ફસાય પણ ગયો યુવતીના આ અશ્લીલ ચેનચાળાની જાળમાં યુવક પણ પોતે નગ્ન થઇ ગયો બંને સામસામે અશ્લીલ ચેનચાળા નગ્ન અવસ્થામાં કરી રહ્યા હોવાના સ્ક્રીન વિડિયો ફેસબુક વીડિયો કોલિંગ કરનાર યુવતીએ રેકોર્ડિંગ કર્યું હતું.
બંનેના અશ્લીલ ચેનચાળાના વિડિયો રેકોર્ડિંગ બાદ કોઈ અજાણ્યા પુરુષનો ફોન ભોગ બનેલા યુવક ઉપર જાય છે અને યુવકને કહેવામાં આવે છે કે તે જે યુવતી સાથે નગ્ન ચેનચાળા કર્યા છે તેનો વિડિયો રેકોર્ડિંગમાં તમે કેદ થયેલા છો.. ભોગ બનનાર યુવકના સૌપ્રથમ તો હોશ ઉડી ગયા હતા તેણે આ વાત કોણે કરી તેમ ગૂંચવાઇ રહ્યો હતો પરંતુ તેણે સૌપ્રથમ સમગ્ર ઘટનાની વાત તેની પત્નીને કરી પત્નીને વિશ્વાસ હતો પત્નીએ કહ્યું પોલીસ ફરિયાદ કરો..? યુવક હેમખેમ સમગ્ર ઘટનાની વાત તેના મિત્રોને કરે છે પરંતુ તે પહેલાં જ તેનો વિડીયો તેના ફેસબુક ફ્રેન્ડ પાસે પહોંચતો થઈ જતો હોય છે જેના કારણે ભોગ બનનાર યુવક માનસિક રીતે તૂટી ગયો હતો સાસરી પક્ષમાં પણ આ વિડીયો વાયરલ થઇ ગયો હતો પરંતુ આવી ઘટનામાં ઘણા યુવકો આપઘાત કરી લેતા હોય છે પરંતુ ભોગ બનાર યુવકને તેની પત્નીએ હિંમત આપી અને કહ્યું તમે ખાલી છેતરાઈ ગયા છો પોલીસ ફરિયાદ કરો ભગવાન બધું સાચું અને સારું કરશે.. ભોગ બનનાર યુવક તાત્કાલિક સાયબર સેલની ઓફિસે પહોંચ્યો અને પોતાની ફરીયાદ આપી પોલીસે પણ કહ્યું આ બધા ફેક લોકો હોય છે તેઓને બ્લોક કરી દો.. માત્ર રૂપિયા પડાવવા માટે અને બ્લેકમેલીંગ કરવા માટે આવા તત્વો છેલ્લા ઘણા સમયથી સક્રિય થયા છે.. પરંતુ તે પહેલા યુવકના યુવતી સાથેના અશ્લીલ ચેનચાળાનો વિડિયો વાયરલ થઇ ચુક્યા હતા.. અહેવાલ પ્રકાશિત કરવાનું કારણ માત્ર એટલું જ છે કે અન્ય લોકો ફેસબુક ઉપરથી આવતા વિડીયો કોલ રિસીવ કરતા ચેતે..? અને જે યુવક ભોગ બન્યો છે તેવા અન્ય લોકોના બની શકે..?