Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં નેત્રંગ તાલુકાનાં મોવી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે કાર ખાઈમાં ખાબકતા 5 લોકોનાં કરુણ મોત નીપજયાં.

Share

આજરોજ નેત્રંગ મોવી રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 5 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ માર્ગ પરથી એક પેસેન્જર ઇકો કાર મુસાફરોને બેસાડી પસાર થઈ રહી હતી તે દરમ્યાન પુર ઝડપે આવી રહેલ ટ્રકએ ઇકો કારણે ટક્કર મારી હતી. જોરદાર ટક્કરના કારણે કાર માર્ગની નીચે ખાઈમાં ખાબકી હતી જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ગંભીર ઇજાના પગલે 4 મહિલાઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા.

બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત કારને બહાર કાઢી હતી. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા એ દરમ્યાન તેઓને કાળ ભરખી ગયો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપલા જિલ્લા જેલમાં બંદીવાન બંધુઓ (કેદીઓ) કરે છે ઓર્ગેનિક ખેતી….

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!