હાલ કોરોનાએ એટલો કહેર મચાવ્યો છે જેને પગલે હોસ્પિટલોમાં જગ્યાનો અભાવ જોવા મળી રહ્યો છે જેથી કોવીડ માટે બેડ વધારવાની સુવિધાઓ કરવી પડે છે સાથે ભરૂચમાં લગભગ 38 જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલો છે જે પૈકી 18 કોવીડ સેન્ટરો માટે ફાળવવામાં આવી છે પરંતુ હાલ જ બનેલી વેલ્ફેર હોસ્પિટલની હોનારતને ઉદાહરણના રૂપમાં લઈ ફાયર વિભાગે સ્થાનિક હોસ્પિટલોને અપૂરતા ફાયર સાધનો બાબતે નોટિસ પાઠવી હતી સમય રહેતા હોસ્પિટલવાળા નોટિસ પાર ધ્યાન ન આપે તો જવાબદારી શું તંત્રની રહેશે કે પછી હોસ્પિટલની રહેશે ? 18 કોવિડ હોસ્પિટલ પૈકી લગભગ 5 હોસ્પિટલો એ જ નોક મેળવવા ફાયર વિભાગને અરજી કરી હોવાનું કહેવાય છે . અન્યની તંત્ર દ્વારા હાલ નોટિસ હાથ ધરવામાં આવી છે.. શું ભરૂચનો ફાયર વિભાગ ફરીથી આવી જીવલેણ હોનારતની રાહ જોઈ રહ્યું છે ? આટલી ધીમી ગતિએ તંત્ર કામ શા કારણે કરી રહ્યું છે ?
ભરૂચ સિવિલ હોસ્પિટલની વાત કરીએ કહેવાય છે કે સિવિલ હોસ્પિટલમાં લગભગ 300 થી 400 જેટલાં લોકો હોસ્પિટલમાં હજાર હોય છે જેમાં 150 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે સાથે કોવીડ સેન્ટરમાં 150-200 જેટલાં દર્દીઓ સારવાર લઈ રહયા છે અને અન્ય બીમારીને લગતા લગભગ 40-50 જેટલાં દર્દીઓ છે. સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતા કે અપૂરતા પ્રમાણમાં સાધનો છે પણ શું તેણે ચલાવવા માટે યોગ્ય ટ્રેઈની સ્ટાફ છે ? કોઈ અગમ્ય આગની હોનારત થાય તો ફાયર સિસ્ટમો ચલાવશે કોણ ? આ અંગે તંત્ર કેમ વિચારી રહ્યું નથી ? દરેક દર્દી સાજા થઈને જવા માંગતા હોઈ છે શું તંત્રએ સેફટી અંગે વિચારવું ન જોઈએ ?
ભરૂચની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમનો અપૂરતો અભાવ, તેના માટે જવાબદાર કોણ ?
Advertisement