કોરોના મહામારીની હાલની પરિસ્થિતિ ખુબ જ વિકટ બની રહીં છે છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશમાં કોરોનાએ તાંડવ મચાવ્યો છે જેને પગલે લોકોની આર્થિક સ્થિતિ ખુબ જ ઓછી થઈ રહી છે લોકો છેલ્લા એક વર્ષથી દેશમાં લોકડાઉન દરમિયાન લોકો પોતાના કમાવાના સ્થાન છોડીને ઘરભેગા થઈ રહ્યા છે તે સમય દરમ્યાન સરકાર દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં દરેક વ્યક્તિને રેશનકાર્ડ પર અમુક દરે અનાજ આપવામાં આવે છે જેથી લોકો ભૂખ્યા ન મરે આ યોજનાથી ગરીબોને ઘણી સહાય મળી રહે છે પરંતુ તેમનું શું જેઓના રેશનકાર્ડ નથી અથવા રેશનકાર્ડ બદલીની અરજીઓ હજી સુધી કચેરીઓ દ્વારા પાસ કરવામાં નથી આવી ?
આજથી સમગ્ર રાજ્યમાં લગભગ 71.54 લાખથી વધુ NFSA રાશનકાર્ડ ધારકો કુલ 3.47 કરોડ જનસંખ્યાને સરકાર દ્વારા મેં મહિનામાં રાહતદરે અનાજ વિતરણ કરવામાં આવશે પરંતુ જેઓ પાસે NFSA રાશનકાર્ડ નથી અન્યથા જેઓના રાશનકાર્ડ સરકાર હસ્તે છે જેમાં કોઈ કાર્યવાહી થતી નથી શું તે લોકો ભૂખ્યા જીવશે ? શું સરકાર દેશના દરેક નાગરિક સાથે ન્યાય કરી રહીં છે ?