ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સને કોરોના પોઝિટીવ આવતા તેઓ હોમ આઇસોલેશનની સારવાર હેઠળ હતા તે દરમિયાન તેમનું ઑક્સીજન લેવલ આચનક જ ઓછું થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોકટરોની જહેમતથી સ્ટાફ નર્સ પટેલ સિદ્દીકાબેનની જાન બચી ગઈ.
ભરૂચની સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ નર્સ સિદ્દીકાબેન પટેલને ટૂંક સમય પહેલા કોરોના પોઝિટીવ થયો હોય તેઓ પોતાના ઘરે હોમ કોરન્ટાઇન હતા તે સમયે અચાનક જ તેમનું ઑક્સીજન લેવલ ઓછું થઈ જતાં તેમણે પોતાની આગળની બધી જ સારવાર ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લેવાનું પસંદ કર્યું આથી અહીં ભરૂચનાં સિવિલ હોસ્પિટલમાં તેમને માત્ર ચાર દિવસની ટ્રીટમેન્ટમાં સ્વાસ્થ્યમાં સુધારો આવી ગયો. ભરૂચ આઇ.સી.યુ માં ફરજ બજાવતા કોવિડ વોર્ડનાં ડૉ. અભિનવ શર્મા અને ડૉ. પરાગ પંડિયા દ્વારા તમામ દર્દીઓની ખૂબ જ સારસંભાળ લેવામાં આવે છે. સિદ્દીકાબેન જણાવે છે કે અહીં તમામ દર્દીનુ અત્યંત ઘર જેવા વાતાવરણમાં ડોકટરો અને નર્સ દ્વારા મોનીટરીંગ કરવામાં આવે છે. મારા સ્વાસ્થયમાં ખૂબ જ સુધારો થયો છે. તો ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોકટરો અને નર્સની કામગીરી સરાહનીય છે.