ગુજરાત રાજ્યમાં કોવીડ મહામારીએ ખુબ જ જોર પકડ્યું છે તેવામાં અન્ય કુદરતી હોનારતો જેવી આગ લાગવાની સમસ્યા, ઓક્સિજન લીક થવાથી સમસ્યાઓ અવારનવાર ઘણી સામે આવતી જોવા મળી રહી છે ? શું તંત્ર બેદરકાર છે ? હાલ જ થોડા દિવસ પહેલા ભરૂચની જ કોવીડની વેલ્ફેર હોસ્પિટલમાં કોવીડ આઇ.સી.યુ વોર્ડમાં આગની હોનારત સર્જાઈ હતી અને 18 જેટલાં લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. જેમાં ફાયર સેફટી સિસ્ટમનો અભાવ જોવા મળ્યો હતો.. શું સત્તાધારી પક્ષ કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યા છે ? આટલી ખરાબ સ્થિતિ હોવા છતાં તંત્ર કેમ ઉંધ નથી ઉડાવતું ?
ગુજરાત હાઇકોર્ટના પી.આઈ.એલ. ના હુકમ અંતર્ગત ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 218 જેટલી બિલ્ડીંગોને NOC મેળવી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી જેમાં અમુક વસ્તુઓ જેમ કે ફાયર હાઇડ્રિંગ સિસ્ટમ, હોજરીલ, ફિકલર, ફાયર એલાર્મ વગેરે આવશ્યક છે, 218 માંથી 52 જેટલી બિલ્ડીંગઓએ NOC માટે પ્રક્રિયા કરી છે અને અન્ય લગભગ 166 જેટલી બિલ્ડીંગઓએ પ્રક્રિયા થઈ નથી. આ સંપૂર્ણ જવાબદારી નગર પાલિકાના ફાયર સેફટી વિભાગની છે પરંતુ નગર પાલિકા આ અંગે કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. નોટિસની સમય મર્યાદાને ધ્યાનમાં લઈ રહ્યું નથી ત્યારે આગની કોઈ હોનારત થશે તો જવાબદાર કોણ થશે ? કે પછી જેની જવાબદારી પણ ભરૂચના લોકોની રહેશે ? શું નગરપાલિકા આગ લગતી હોનારત માટે જવાબદાર રહેશે ?
ભરૂચ શહેરમાં ફાયર સેફટી સિસ્ટમનો અપૂરતો અભાવ, શું સત્તાધારી પક્ષ કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે ?
Advertisement