આજરોજ ભરૂચ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો કોરોના વેક્સીનેશનને લઈને ઘણા એવા પ્રશ્નોનો ઉકેલ મેળવવા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કોંગ્રેસી આગેવાનો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને કોવિડ-19 વેકસીનેશન હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન સરકારના જ બનાવેલ આરોગ્ય અધિકારી જેઓ લોકોને જાગૃત કરવા ફરજીયાત માસ્ક પહેરવા માટે આપીલ કરતા હોઈ છે તેમને જ માસ્ક પહેરયું ન હતું જેને પગલે કોંગ્રેસ અધિકારીઓ આક્રોશમાં આવ્યા હતા, આરોગ્ય અધિકારીને રજુઆત કરતાં તે દરમિયાન તેમને વેક્સીન સેન્ટર વિશે પૂછતાં તેમને અમુક જગ્યા ખબર ન હોવાને કારણે બંને પક્ષ વચ્ચે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો!
જેથી ભરૂચ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ વેકસીનેશન સેન્ટરોની મુલાકાત ન લીધી હોય તેવું સપષ્ટપણે દેખાય રહ્યું છે. અન્ય પ્રશ્ન કે પશ્ચિમ વિસ્તારોમાં કોરોના રસીકરણ સેન્ટરો ન હોવાથી કોંગ્રેસી આગેવાનોએ સેન્ટરો વધારવા અપીલ કરતા તેમને સ્પષ્ટ પણે ના પડી દેતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને અંતે આરોગ્ય અધિકારી રજુઆત દરમિયાન ઉઠી ને જતા રહેતા કોંગી આગેવાનો લાલધૂમ થયા હતા.
ભરૂચ જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારી અને કોંગ્રેસનાં કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી !
Advertisement