કોરોના મહામારીનો કહેર દિવસેને દિવસે ઘણો વધી રહ્યો છે અને હાલની વાત કરીએ તો કોરોનાની બીજી લહેરે ખુબ જોર પકડ્યું છે, સરકાર લોકોને કોરોનાથી બચવા ઘણા પ્રયાસ કરી રહી છે પરંતુ સમાજમાં ઘણા એવા લોકો છે જે સરકારના નિયમોનું પાલન કરતા નથી. તે માટે ભરૂચના વેજલપુર ખાતે લોકોમાં કોરોના સામે જાગૃતી ફેલાવા માટે લોકોને ઘણા એવા નિયમો સમજાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો,
જેમાં ભરૂચના રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના 40 જેટલાં લોકોએ હાથમાં પ્લેકાર્ડ લઈ દસ પગલાંનું અંતર રાખીને સરકારના નિયમોને લોકો સમક્ષ રાખ્યા હતા જેથી લોકો કોરોના સામે જાગૃત થાય અને જેમ બને એમ કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય.
Advertisement