પ્રાપ્ત વિગત અનુસાર થોડા દિવસ પૂર્વે દક્ષિણ ગુજરાતનાં ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરનાં જવાનોનું મનોબળ વધે તે માટે આ જવાનોને ઇનામ આપી નવાજવામાં આવશેનું ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. વધુમાં ગૃહમંત્રીએ ઉમેર્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જવાનોની કામગીરી બિરદાવીને તેમણે પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે.ભરૂચની હોસ્પિટલમાં જ્યારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂ હતુ. ત્યારે આ જવાનો ત્વરિત પહોંચીને વોર્ડનાં કાચ તોડીને અંદર પ્રવેશયા હતા અને કોરોનાનાં દર્દીઓએ નજીક આવવાની ના પાડી હોવા છતાંય આ જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ બચાવી રાજ્યનાં પોલીસ વિભાગમાં અહમ ભૂમિકા અદા કરી અન્યોને શીખ આપી છે. ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોરોના કાળમાં ભરૂચ ખાતેની કોવિડ હોસ્પિટલમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરનાં જવાનો માટે ઈનામની જાહેરાત કરતા આ નવી પહેલને ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા અને ડાંગ પોલીસ કર્મીઓની સમગ્ર ટીમે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર અને ફાયરનાં જવાનોને ઈનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા.
Advertisement