કોરોના મહામારી વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ રોજના ૧૦૦ થી વધુ કોરોના પોઝીટીવ કેસો નોંધાઇ રહ્યા છે, જિલ્લામાં જ્યાં એક તરફ કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા રાત દિવસ દોડધામ કરવામાં આવી રહી છે તો બીજી તરફ મીની લોકડાઉન વચ્ચે પણ લોકોની બેદરકારી સામે આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
વધતા સંક્રમણ વચ્ચે પોતાના રક્ષણ માટે સંજીવની રૂપ વેકશીનના ડોઝ લેવા માટે લોકો હવે પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે, ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ રોટરી કલબ હોલ ખાતે આજે સવારથી વેકસીનેશન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી, વેકશીન લેવા લાંબી લાંબી કતારોમાં લાગેલ લોકો આ વચ્ચે કોરોનાની ગાઇડલાઈન જ ભૂલી ગયા હોય તેમ એકબીજા વચ્ચે ધક્કામુક્કી કરતા નજરે પડ્યા હતા, જ્યાં સામાજીક અંતરના ધજાગરા ઉડતા હોય તેમ જોવા મળ્યું હતું. વધતી જતી ભીડને કારણે ભરૂચ પોલીસ ત્યાં પહોંચી હતી.
મહત્વની બાબત છે કે વેકશીનનો ડોઝ લેવા આવેલ લોકોએ આ અંગે જાગૃતતા દર્શાવવી ખૂબ જરુરી છે, વેકશીનનો ડોઝ લઈને પણ કોરોનાની ગાઇડલાઈનનું એટલું જ પાલન કરવું જોઈએ જેટલું તેઓએ વેકસીનેશન ન લીધી હતી તે પહેલાં કરતા હતા, પંરતુ રોટરી કલબ બહાર તો જાણે કે આ બધી જ બાબતોને નેવે મૂકી લોકોએ બસ પોતાનો નંબર પહેલો આવી જાય તેવી નીતિ સાથે પડાપડી કરી હતી.
ભરૂચનાં રોટરી કલબ હોલ ખાતે વેકશીનનો ડોઝ લેવા માટે લોકોની પડાપડી, સામાજીક અંતરનો જોવા મળ્યો અભાવ..!
Advertisement