ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે, તો બીજી તરફ સ્મશાન અને કબ્રસ્તાનમાં રોજના મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત છે, આ વચ્ચે અનેક લોકો સેવાકીય પ્રવૃતિઓમાં પણ જોતરાયેલા નજરે પડી રહ્યા છે.
ભરૂચમાં કેસોમાં વધારો થતાં દર્દીઓને બેડ ન મળવા ના કારણે અનેક હોસ્પિટલોના આંટા ફેરા મારવા પડે છે, પરંતુ તંત્રની ગાઇડલાઈન મુજબ શહેરમાં આવશક્ય સેવાઓ સિવાયના તમામ વેપાર ધંધા બંધ છે, સતત દર્દીઓને લાવવા લઈ જવામાં એમ્બ્યુલસો પણ વ્યસ્ત હોય છે તેવામાં ભરૂચના રીક્ષા ચાલકો હવે લોકોને મદદરૂપ થવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે.
આજે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ તરફથી ૭૦ જેટલા રીક્ષા ચાલકોને કરફ્યુ મુક્ત પાસ આપવામાં આવ્યા હતા સાથે જ નગરપાલિકા દ્વારા પાલીકા પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં રીક્ષા ચાલકોને માસ્ક અને સેનેટાઈઝરનું કરાયું વિતરણ છે, ભરૂચમાં ૧૦ જેટલા રીક્ષા ચાલક પી.પી.ઇ કિટ સાથે સજ્જ થઇ ફરશે અને દર્દીઓને લાવવા લઈ જવા વિના મૂલ્યે સેવાઓ પ્રધાન કરશે અને આ મહામારીમાં માનવતાની અનોખી પહેલની શરૂઆત આજથી તેઓએ શરૂ કરી છે.
ભરૂચમાં રીક્ષા ચાલકોની આ સેવાની લોકો પણ પ્રસંશા કરી રહ્યા છે, કોરોના મહામારીના સમયમાં લાગેલ લોકડાઉનની સ્થિતિ બાદથી રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતી કફોડી બની હતી, તે વચ્ચે પણ રીક્ષા ચાલકોએ પોતાનાથી બનતી મદદ કરી કોરોના સામે ની લડતમાં તંત્ર સાથે ખભેખભા મેળવી મદદરૂપ થવાની આ પહેલ ખરેખર બિરદાવવા લાયક છે.