ભરૂચ જીલ્લામાં “રેમડેસીવીર” ઇન્જેકશનનાં કાળા બજાર કરતાં એક શખ્સને એલ.સી.બી. પોલીસે ઇન્જેકશનો સાથે ઝડપી પાડયો છે.
ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં ગંભીર દર્દીઓને ડોકટરો દ્વારા “રેમડેસીવીર” ઇન્જેકશનો આપવામાં આવે છે. આ ઇન્જેકશનની વધતી જતી માંગને લઈને ભરૂચ શહેરમાં ઇન્જેકશનની કાળા બજારી કરવામાં આવે છે જેથી આ રેમડેસીવીર ઇન્જેકશનનાં વેચાણનું સ્થળ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે તેમ છતાં રેમડેસીવીર ઇન્જેશનનાં કાળા બજાર થતાં હોય છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે એલ.સી.બી. ની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ અને હયુમન ઇન્ટેલીજન્સથી માહિતી મળેલ કે એક શખ્સ રેમડેસીવીર ઇન્જેકશનનું કાળા બજાર કરે છે. મુબીન મકબુલભાઇ ચૌહાણ રહેવાસી- વસીલા સોસાયટી ભરૂચ, કોઇ જગ્યાએથી “રેમડેસીવીર” ઇન્જેક્શન મેળવી બજાર કિંમત કરતા ઉંચા ભાવે રૂ. ૨૦ હજારમા વેચાણ કરે છે જે બાતમીના આધારે મુબીન મકબુલભાઇ ચૌહાણને “રેમડેસીવીર” ઇન્જેક્શન નંગ-૦૪ કિંમત રૂ. ૧૩૯૬૦/- સાથે વસીલા બસ સ્ટેશન પાસે ઉંચી કિંમતે વેચાણ કરવા જતા ઝડપી પાડેલ અને તેની વધુ પૂછપરછ કરતા આ “રેમડેસીવીર” ઇન્જેક્શન તેના પિતાજી મકબુલભાઇ શરીફભાઇ ચૌહાણનાઓ પાસેથી લાવેલ એમ જણાવે છે. તેમજ જયુપીટર ગાડી કિં.રૂ.25,000, મોબાઈલ કિં.રૂ. 5000 મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. 43,960 કબ્જે કરી આરોપીઓ વિરૂદ્ધ ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમા આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ૭(૧)(એ) (ii) તથા ડીઝાસ્ટર મેનેજમેન્જટ એકટ કલમ તથા ઇ.પી.કો.કલમ ૧૧૪ મજબનો ગુનો રજીસ્ટર કરી પકડાયેલ આરોપી ઇન્જેક્શનો કોને વેચાણ આપવાના હતા ? જેની તપાસ ભરૂચ બી ડીવીઝન પો.સ્ટે. કરી રહેલ છે.