Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વેલ્ફર હોસ્પિટલ ખાતે લાગેલ આગનાં મામલે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી.

Share

થોડા દિવસો અગાઉ ભરૂચના બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલ ખાતેના કોવિડ આઈ.સી.યુ વિભાગમાં આગ લાગી હતી જેમાં ૧૬ જેટલા દર્દીઓ અને ૨ હોસ્પિટલ સ્ટાફના કર્મીઓ મળી ૧૮ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો.

જે મામલે આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયાએ ભરૂચ ખાતે આવેલ પહોંચી હોસ્પિટલની મુલાકાત લઈ ઘટનાક્રમ અંગેની માહિતી મેળવી નિરીક્ષણ કર્યું હતું અને ઘટનામાં મૃત્યુ પામેલ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

રાજ્યમાં વર્તમાન કોરોના મહામારી મુદ્દે ગોપાલ ઇટાલિયા કહ્યું હતું કે અમે કોઈ રાજકારણ નહિ કરીએ, માત્ર સેવા કરીશું, સરકારનો વિરોધ કરવાનો અમારી પાસે ખૂબ સમય છે, દમદાર જડબે સલાક વિરોધ કરીશું અને સરકારને ઘર ભેગી કરીશું, પણ અત્યારે અમે સરકાર ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સ્વૈચ્છિક લોકડાઉનને મળેલ મિશ્ર પ્રતિસાદ…

ProudOfGujarat

વડોદરા : લોક રક્ષકની પરીક્ષામાં કેન્દ્ર બદલાતા વિદ્યાર્થીઓની મદદ કરતી હરણી પોલીસની ટીમ.

ProudOfGujarat

ભરૂચ મહંમદપુરા APMC માં ભારે વરસાદનાં પગલે પાણી ભરાતાં વેપારી અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!