ભરૂચની કોવિડ હોસ્પિટલમાં હાલમાં સ્પેશિયલ ડોકટરની ટીમ દ્વારા દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી. ખાસ કોરોનાનાં દર્દીઓને સ્પેશિયલ સાયકોલોજીસ્ટ ડોકટરો દ્વારા કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું.
ભરૂચની કોવિડ-19 ની હોસ્પિટલોમાં સાયકોલોજીસ્ટ ડોકટરોની ટીમનાં ડૉ. સાજીદ બાયટ અને કિરણ મજમુદાર સહિતનાં નાઓએ કોવિડ-19 નાં પેશન્ટની મુલાકાત લીધી હતી. કોવિડ-19 નાં દર્દીઓનું જીણવટ પૂર્વક કાઉન્સિલીંગ કરી તેમનામાં રહેલા ડરને નેસ્ત નાબૂદ કરાની કામગીરી કરી હતી તો કોવિડ-19 નાં દર્દીઓ તણાવથી મુકત રહે અને મૃત્યુનો ખોટો ભય ના રાખે તે ભરૂચ હેતુસર સીટી સેન્ટરનાં સયોગથી 6 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા એક-એક બેડ ઉપર જઈ કોરોનાનાં દર્દીનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોરોનાનાં દર્દીઓ વહેલી તકે સાજા થઈ જાય, તેમને પોઝિટીવ ઉર્જા મળે તેમજ અવનવી પ્રવૃત્તિઓ માનસિક સંતુલન સ્વસ્થ રહે તે માટે કરવાની સ્પેશિયલ ડોકટરોએ સલાહ આપી હતી.
અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા કોવિડ-19 નાં દર્દીઓ યોગ, પ્રાણાયામ અને અન્ય પ્રવૃત્તિ પણ કરતાં થાય તે હેતુથી દરેક કોવિડ હોસ્પિટલોમાં સાયકોલોજીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. આ કાઉન્સિલીંગ બાદ ડોકટરોની સલાહ મુજબ દર્દીઓએ કોરોનાથી ડરવાની જરૂર નથી અને પોતાને મનગમતી પ્રવૃત્તિઓ કરવી જોઈએ તેમ નિષ્ણાંત ડોકટરોએ દર્દીઓની મુલાકાત વખતે જણાવ્યુ હતું.
ભરૂચની કોવિડ હોસ્પિટલોમાં સાયકોલોજીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓનું કાઉન્સિલીંગ કરાયું.
Advertisement