વૈશ્વિક મહામારી કોરોનાને ભારતમાં રોકવા માટે માત્ર એક જ રસ્તો છે સંપૂર્ણ લોકડાઉન તેમ આજે પોતાના ટવીટર એકાઉન્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટવીટ કરીને જણાવ્યુ છે.
રાહુલ ગાંધીએ પોતાની ટવીટમાં જણાવ્યુ છે કે ભારતનાં વિવિધ રાજયોમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરાલા, દિલ્લી સહિતનાં ભારતના રાજયોમાં કોરોના સંક્રમિતની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જયા છે તો મૃત્યુઆંક પણ સતત ઊંચો થતો જાય છે આથી આગામી સમયમાં ભારત સરકાર દ્વારા આ મોતનું તાંડવ ખેલાતું બંધ કરવા માટે સંપૂર્ણ લોકડાઉન કરવું જરૂરી છે.
અહીં નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના જર્જની કમિટી કે વિરોધ પક્ષ એવા કોંગ્રેસના પ્રવકતા રાહુલ ગાંધી તેમજ જનતા પણ લોકડાઉન ઈચ્છી રહી છે, પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં મૃત્યુઆંક સતત વધતો જાય છે તેમ છતાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવતી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્રને માત્ર દેશમાં મોતનું તાંડવ જોઈ રહી છે. લોકડાઉનને આખરી નિર્ણય ગણાવતા દેશના વડાપ્રધાને હવે કંઈક સમજી વિચારીને લોકડાઉન કરવાની તાતી જરૂરિયાત ઉદભવી હોય તેવું હાલ ભારતની પ્રજા ઈચ્છી રહી છે.