બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ એસ.ઓ.જી પોલીસના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચના બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ સિટીકેર હોસ્પિટલમા નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતો અરબાજ મહમદ રફીક ગરાસિયા રહે. શેરપુરા ભરૂચનો રેમદેસીવર ઇન્જેક્શનનો અનઅધિકૃત રીતે ઉંચા ભાવે વેચાણ કરે છે તે આધારે પોલીસે દરોડા પાડી નજીક આ આવેલ શેઠ મેડિકલ સ્ટોર ખાતે અરબાજ ઇન્જેક્શનનું વેચાણ કરવા જતાં તેને 2 ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે અરબાજની વધુ પૂછપરછ કરતા તે આ ઇન્જેક્શન મેડિકલ સ્ટોર ઉપર આપતો હતો અને પોલીસે મેડિકલ સ્ટોરમાં સર્ચ કરતા વધુ 4 જેટલા ઇન્જેક્શન મળી આવ્યા હતા, હાલ સમગ્ર મામલે પોલીસે અરબાજ મહંમદ રફીક અહમદ ગણાસિયા રહે, શેરપુરા ભરૂચ, તેમજ ઇમરાન નિઝામુદ્દીન શેઠ, રહે. કંથારીયા, ભરૂચ નાઓને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસે ઝડપાયેલા બંને ઈસમો પાસેથી 6 જેટલા રેમદેસીવીર ઇન્જેક્શન તેમજ મોબાઈલ મળી કુલ 54039 નો મુદ્દામાલ કબ્જે કરી મામલે વધુ તપાસ હાથધરી છે.
ભરૂચ : કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા “રેમડેસીવીર” ઈન્જેક્શનની કાળા બજારી કરતા બે ઈસમો ભરૂચ એસ.ઓ.જી નાં હાથે ઝડપાયા.
Advertisement