ભરૂચ જિલ્લામાં કોરોના ની બીજી લહેર ઘાતક સાબીત થઇ હતી, વધતા કેસો સામે સ્મશાનમાં મોતનો તાંડવ જોવા મળ્યો હતો, જ્યાં મૃતકોને અગ્નિદાહ આપવા માટે એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળતી હતી, છેલ્લા ૧૦ દિવસમાં સ્મશાનમાં આંકડો ૫૦ મૃતદેહને પાર જતો હતો તે વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.
ગત ત્રણ દિવસોમાં મૃતકોની સંખ્યામાં ૫૦% જેટલો ઘટાડો નોંધાતા સ્મશાનનાં સ્વંયમ સેવકો સહિત લોકોએ પણ હવે રાહતનો શ્વાસ લીધો છે, વહેલી સવારથી જ્યાં ૧૫ થી ૨૦ જેટલા મૃતદેહની કતારો જામતી હતી ત્યા હવે સંખ્યા ઘટીને માત્ર ૫પર આંકડો આવતા જિલ્લાના લોકો માટે કોરોના મહામારી વચ્ચે રાહત સમાન સમાચાર કહી શકાય તેમ છે.
હાલ સ્મશાનમાં મૃતકોનો આંકડો ઓછો થયો છે પરંતુ રોજના દમ તોડતા દર્દીઓને અંતિમક્રિયા માટે તો લાવવામાં આવી જ રહ્યા છે, ત્યારે આ આંકડો પણ ધીમેધીમે ઘટી જાય અને ભરૂચ જિલ્લાને મોતના તાંડવ વચ્ચેથી મુક્તિ મળે તેવી પ્રાર્થનાઓ અને દુઆઓ લોકો કરી રહ્યા છે.