દેશમાં વધી રહેલા કોરોનાનાં સંક્રમણને કારણે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આગામી સમયમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
સમગ્ર ભારતમાં કોરોનાની બીજી લહેર અત્યંત ભયાનક છે. કોવિડ-19 નું સંક્રમણ પણ દિન પ્રતિદિન વધતું જાય છે, નિયમિત લગભગ 4 લાખ નવા કેસ દેશમાં આવી રહ્યા છે જેથી હાલની સ્થિતિનો સામનો કરવા માટે સુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા માટે અને સંક્રમણ અટકાવવા લોકડાઉન કરવાની કેન્દ્ર સરકારને સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ ડી.વાય ચંદ્ર ચૂડ. એલ. નાગેશ્વર રાવ, એસ.વી રવિન્દ્ર ભટ્ટની બેચે જણાવ્યુ હતું કે સમગ્ર દેશમાં હાલના સમયમાં હોસ્પિટલોમાં ભયાનક મહામારી સર્જાય છે. હોસ્પિટલોમાં લોકોને બેડ મળતાં નથી તો બીજી તરફ લોકોને દવાઓ પણ મળતી નથી. તો રાષ્ટ્રીય નીતિ બનાવી અને લોકોને દરેક રાજયમાં, દરેક શહેરમાં બેડ અને જરૂરી દવાઓ મળી રહે તેમજ સરકાર દ્વારા વેકસીનનો જથ્થો ખરીદી સીધી રાજયને આપવામાં આવે તથા લોકોને સ્થાનિક પ્રમાણ કે ઓળખ ન હોવાને કારણે આવશ્યક દવાઓ ન મળે તેવું ન થાય તેની સરકાર દ્વારા તકેદારી રાખવામાં આવે અને બે સપ્તાહનું ચુસ્ત લોકડાઉન કરવાનું સૂચન કેન્દ્રની સુપ્રીમ કોર્ટે સરકારને કર્યું હતું.