ભરૂચ જીલ્લામાં કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે. કોરોનાથી થતાં મૃત્યુ આંકમાં સતત વધારો થતો જાય છે આથી ભરૂચનાં વેજલપુર માછીમાર સમાજ દ્વારા કોવિડ સ્મશાનમાં લાકડાની સેવા આપવામાં આવી હતી.
ભરૂચમાં કોવિડ-19 થી મોતનું તાંડવ હજુ પણ યથાવત રહ્યું છે ત્યારે સમાજનાં સેવાભાવી યુવક મંડળો દ્વારા કોવિડ-19 સ્મશાનમાં સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાનાં વેજલપુર માછીમારી સમાજનાં યુવકો દ્વારા જાતે લાકડા કાપીને 2 બોટ ભરીને લાકડા ભરૂચનાં કોવિડ સ્મશાનમાં અનુદાન આપવામાં આવ્યું હતું. આ તકે સર્વે ભરૂચનાં મંડળો અને સેવાભાવી સંસ્થાઓએ પણ આગળ આવી કોવિડ-19 નાં દર્દીઓ માટે પણ સેવાભાવી કામગીરી કરવા આ યુવકોએ સંદેશ પાઠવ્યો હતો.
Advertisement