પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં કોરોના સંક્રમિત દદીઁઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ચારેય દિશામાં પ્રસરતા નિર્દોષ રહીશો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે, નેત્રંગ તાલુકાના તમામ ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે, કોરોના સંકમણના કારણે ગ્રામ્ય વિસ્તારની પ્રજા ભયયુક્ત માહોલમાં જીવનનિવૉહ કરવા મજબુર બની છે, તેવા સંજોગોમાં નેત્રંગ ગ્રા.પંચાયત,વેપારી મંડળના આગેવાનો અને નેત્રંગ તા.પંચાયતના સત્તાધીશોએ સમગ્ર નેત્રંગ ગામને કોરોના સંકમણથી અટકાવવા ૫ મે થી ૮ મે એટલે ૩ દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિણર્ય કયૉ છે.
જ્યારે નેત્રંગ તાલુકામાં કોરોના સંક્રમણના કેસો વધતા ભરૂચ જી.પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન આરતીબેન પટેલે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ચાસવડ અને કરાઠા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, અને તબીબોને કોરોના સંક્રમિત દર્દીઓની યોગ્ય સારવાર થાય અને કોરોના સંકમણ અટકે તે માટેના જરૂરી સચન આપ્યા હતા, જે દરમિયાન નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ વસાવા, મહામંત્રી હાદિઁકસિંહ વાંસદીયા, પ્રકાશ ગામિત, નેત્રંગ તા.પંચાયતપા ઉપપ્રમુખ વંદનભાઇ વસાવા, જી.પંચાયત બાળ વિકાસ કલ્યાણ વિભાગના ચેરમેન વષૉબેન દેશમુખ, મૌઝા જી.પંચાયત સભ્ય રાયસિંગ વસાવા, માનસિંગ વસાવા, દિવ્યાંગ મિસ્ત્રી અને કાર્યકરો જોડાયા હતા.
નેત્રંગમાં કોરોના સંક્રમણનાં કેસો વધતા જીલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિનાં ચેરમેને સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ચાસવડ અને કરાઠા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.
Advertisement