ભરૂચ જીલ્લામાં કોરોનાને માત આપવા માટે વેકસીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજે મકતમપુર જી.ઇ.બી કચેરી ખાતે તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર આજે ભરૂચનાં મકતમપુર જી.ઇ.બી કચેરી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંધ, કર્મચારી યુનિયનનાં મહામંત્રી ચિરાગ શાહ તથા ડિજીવીસીએલ અને જેટકો મેનેજમેન્ટ તથા ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી, ભરૂચ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી આવશ્યક સેવા હેઠળ આવતા ઉર્જા વિભાગના કર્મચારીઓને એપ્રિલનાં પ્રથમ સપ્તાહમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આજે જી.ઇ.બી કચેરી ખાતે 250 થી વધુ કર્મચારીઓને કોવિડ-19 ની રસીનો દ્વિતીય ડોઝ આપવામાં આવ્યો હતો.
આ રસીકરણ કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાનાં સભ્ય દુષ્યંત પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના વડોદરા વિભાગ કાર્યવાહ નિરવભાઈ પટેલ, જનજાતિ કલ્યાણ આશ્રમના પ્રાંત સહ કાર્યવાહ વિમલભાઈ શાહ, ડિજીવીસીએલ ના અધિક્ષક ઇજનેર જે.એસ.કેદારીયા તથા કાર્યપાલક ઇજનેર અંકુર સાહેબ તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના દક્ષિણ ગુજરાતના મહામંત્રી ચિરાગ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કામદારોનો ઉત્સાહ વધારી તેઓને કોરોના સામે કેવી રીતે લડત આપવી તેની સમજ આપી હતી.
ભરૂચ : મકતમપુર જી.ઈ.બી કચેરી ખાતે ઉર્જા વિભાગનાં કર્મચારીઓને કોવિડ-19 ની રસીનો દ્વિતીય ડોઝ આપવામાં આવ્યો.
Advertisement